Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ

ન્યુયોર્ક, તા. ૧૩ : સામાન્ય રીતે બિલાડીના પગે કેટલી આંગળીઓ હોય છે અને જાણો છો ? સામાન્ય રીતે બિલાડીના આગળના બન્ને પગમાં પાંચ-પાંચ અને પાછળના બન્ને પગમાં ચાર-ચાર આંગળી હોય છે. એમ જોવા જઇએ તો બિલાડીના પગમાં કુલ ૧૮ આંગળી હોય, પરંતુ અમેરિકાના મિનેસોટામાં રહેતી જીન માર્ટિન પાળેલી એક બિલાડીના પગામાં કુલ ર૮ આંગળીઓ છે. જીને એ બિલાડીને મેપલ સિરપ બનાવતા ફાર્મમાંથી રેસ્કયુ કરીને પાળી હતી. પોઝ નામની આ બિલાડીના ચારેય પગમાં સાત-સાત આંગળીઓ છે એને કારણે એના પંજા બહુ જ પહોળા થઇ ગયા છે. અલબત્ત, એને કારણે એ ખુબ પાતળી પાળી પર પણ ખુબ સારૂ બેલેન્સ જાળવીને ચાલી શકે છે. જીન જયારે રૂટીન ચેક-અપ વખતે વધેલા નખ કપાવવા પોઝને લઇને પ્રાણીઓના ડોકટર પાસે ગયેલી ત્યારે તેને આ અજાયબી જાણ માં આવી હતી. હાલમાં ર૮ આંગળીઓ ધરાવતી બિલાડી કેનેડાના ઓન્ટેરિયોમાં પણ છે. જેક નામના બિલાડાને પણ ર૮ આંગણીઓ છે એટલે હાલમાં સૌથી વધુ આંગળી ધરાવવાનો રેકોર્ડ આ બન્ને બિલાડીઓ શેર કરે છે.

(1:57 pm IST)