Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

યુક્રેનમાં જન્મેલ આ બાળકનું વજન છે 7.09 કિલો

નવી દિલ્હી: યુક્રેનમાં જન્મેલ એક નવજાત બાળકનું વજન 7.09 કિલો છે તે અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધારે વજન વાળું જન્મેલ બાળક માનવામાં આવી રહ્યું છે.સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ સ્વસ્થ બાળકનો જન્મ દક્ષિણી જાપોરિજયા શહેરમાં થયો છે 40 વર્ષીય મહિલાએ બાળકને ઓપરેશનની મદદથી જન્મ આપ્યો છે.આ મહિલાની સાત બાળકી છે જે બધાનો વજન વજન સમયે 5 કિલોની આસપાસ હતો સામાન્ય રીતે યુક્રેનમાં જન્મતા બાળકનો વજન 2.8 કિલો સુધીનો હોય છે પરંતુ આ બાળકનો વજન 7 કિલોથી પણ વધારે છે.

(7:10 pm IST)
  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST