Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઓએમજી....આ તો અજબ પ્રકારનો ખુલાસો સામે આવ્યો: પરિણીતાની તુલનામાં કુંવારાઓને કોરોનાનો ભય વધુ રહે છે

નવી દિલ્હી: કોરોનાનો ખતરો સમગ્ર દેશ અને વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, વિશ્વભરના વૈજ્ઞાનિકો હજી સુધી તેનો કોઈ પણ તોડ કાઢી શક્યા નથી.જો કે, દરરોજ વૈજ્ઞાનિકો આ વિશે કંઈક નવું સંશોધન કરતા રહે છે, જેને સાંભળીને લોકો ઘણી વખત આશ્ચર્યચકિત થઇ જાય છે. આવી સ્થિતિમાં, આ રોગચાળાના સંકટમાં, વૈજ્ઞાનિકો ફરી એકવાર લોકો સમક્ષ નવું સંશોધન લઇને આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સિંગલ હોવ તો તમને કોરોનાનું જોખમ વધારે રહેશે.

              ખરેખર, એક નવા સ્ટડીમાં આવું કહેવામાં આવ્યું છે કે કોરાના તે લોકોમાં ઝડપથી થાય છે જે એકલા છે. આટલું જ નહીં, મૃત્યુનું જોખમ પરિણીત લોકો કરતાં એકલા લોકોમાં વધારે હોય છે. આ અભ્યાસ સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે અને તેને લઇને ચેતવણી પણ આપવામાં આવી છે, ચાલો આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. સ્ટોકહોમ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના અધ્યયનમાં દાવો કર્યો છે કે જે લોકો એકલા છે અને તે સાથે જ , કોરોનાનું જોખમ ઓછી આવક, ઓછા શિક્ષિત અને ઓછી આવકવાળા દેશોમાં ખૂબ વધારે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અભ્યાસ સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેયર દ્વારા સ્વીડનમાં કોવિડ -19 દ્વારા નોંધાયેલા મૃત્યુના ડેટા પર આધારિત છે.

(6:14 pm IST)