Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દુનિયાનું એકમાત્ર આ મહાદ્વીપ છે કોરોનાથી મુક્ત

નવી દિલ્હી:આજ જયારે તમામ દેશ કોરોના વાયરસની મહામારીથી પરેશાન છે ત્યારે દુનિયાનો એક હિસ્સો એવો છે જ્યાં લોકો આજે પણ આ જીવલેણ બીમારીથી મુક્ત છે  માસ્ક પહેર્યા વગર તે એક બીજાને મળે છે અને હજારો મિલ દૂરથી મહામારીના કારણોસર મચાયેલ તબાહીને જોઈ રહ્યા છે.

             આ જગ્યા એટાર્કટિકા છે આ મહાદ્વીપ કોવીડ-19 હજુ સુધી પહોંચી શક્યો નથી આ બરફવાળા વિસ્તારમાં ઘણા અઠવાડિયા અને મહિના સુધી સૂરજ દાદા દેખાતા જ નથી  હજુ સુધી આ દ્વીપ પર કોરોના વાયરસનો એક પણ કેસ ન આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું   છે.

(6:09 pm IST)