Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ફ્રાંસનો અનોખો નિયમ:બાળકોને સાચવવા સરકાર આપશે વાલીઓને પૈસા

નવી દિલ્હી: કોરોના સંક્રમણને કારણે ફ્રાંસમાં ફરી એક વખત શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે અને સરકારે હવે આ બાળકોને સાચવવા માટે વાલીઓ માટે નાણાંકીય સહાય જાહેર કરી છે. પતિ કે પત્નીમાંથી કોઇપણ એક પોતાની જોબ કે રોજગાર છોડીને 16 વર્ષથી નીચેના સંતાન કે જે સ્કૂલે જઇ શકે તેમ નથી તેને ઘરે સાચવવા માટે તેની માસિક આવકના 84 ટકા રકમ સરકાર ચૂકવશે. ફ્રાંસે બુધવારથી આ યોજના અમલમાં મૂકી છે. અહીં એક જ દિવસમાં 9000થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. અને તેથી ફરી એક વખત શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે.

(6:08 pm IST)