Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પાકિસ્તાનમાં બાળકો સામે વિદેશી મહિલા પર સામુહિક બળાત્કારની ઘટનાથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: કટ્ટરપંથી પાકિસ્તાનમાં બાળકો સામે જ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બાદ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતરી આવી છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ પીડિત વિદેશી મહિલાને બળાત્કાર માટે જવાબદા ઠેરવી હતી, જે પછી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ કેસમાં દબાણ હેઠળ આવેલી પોલીસ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.

          આ કેસ પાકિસ્તાનના લાહોર નજીક બન્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ ફ્રાન્સમાં રહેતી મહિલા તેના બે બાળકો સાથે લાહોરના ગુંજરાવાલ તરફ જઇ રહી હતી. આ દરમિયાન તેની કાર ખરાબ થઇ હતી. મોડી રાતે તેણે કારમાં બેસીને મદદ માટે રાહ જોવાનો નિર્ણય લીધો હતો. જે પછી આ ઘટના બની હતી. પીડિતા વિદેશી મહિલાની ફરિયાદ મુજબ કેટલાક લોકો આવ્યા અને કારનો કાચ તોડી તેને ખેંચી ગયા હતા. જે પછી પાસેના ખેતરમાં તેના જ બાળકો સામે તેની પર સામૂહિક બળાત્કાર ગુજારવામા આવ્યો હતો. પીડિતા મુજબ આરોપીઓ તેના ઘરેણાં, પૈસા, કાર્ડ પણ લઇ ગયા હતા.

(6:08 pm IST)
  • રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં આપસી ઉકળાટ ફરીથી શરૂ : સચિન પાયલોટે ચીફ મિનિસ્ટર અશોક ગેહલોતને પત્ર લખ્યો : સરકારી ભરતીમાં એમબીસી સમાજને 5 ટકા અનામત આપવાનું વચન કેમ ન પાળ્યું ? : દેવનારાયણ બોર્ડ તથા દેવનારાયણ યોજના ઠપ્પ કેમ કરી દીધી ? access_time 7:19 pm IST

  • ફ્રાન્સના અખબારે મહમ્મદ પયગમ્બર સાહેબનું કાર્ટૂન ફરીથી છાપતા અલ કાયદા ની ધમકી : 2015 માં કર્યો હતો તેવો હુમલો કરીશું : અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરના હુમલાની પણ યાદ આપી : 2015 ની સાલમાં કાર્ટૂન છપાયું ત્યારે અલ કાયદાએ હુમલો કર્યો હતો access_time 11:51 am IST

  • રાજસ્થાનમાં કોથમરી ૨૦૦ રૂપિયે ૧ કિલો : પાલીઃ રાજસ્થાનના અનેક ભાગોમાં પણ શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યો છે. પાલીમાં કોથમરી ૨૦૦રૂ. કિલો વેચાઇ રહયાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે. વરસાદે ખેતરોમાં પાણી ભરી દેતા અને ઉનાળુ શાકભાજીમાં ઘટ આવતા ભાવો ભળકે બળે છેે. અન્ય શાકભાજી પણ ૬૦થી ૧૦૦ રૂ. કિલો વેંચાઇ રહેલ છે. access_time 12:47 pm IST