Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભોજનની કેલરી જ નહીં: કાર્બન ફુટ પ્રિન્‍ટ વિશે પણ માહિતી આપશે આ રેસ્‍ટોરાં

લંડન, તા.૧૨: કોઈ વસ્‍તુ આપણે ખાઈએ તો એના દ્વારા કેટલી કેલરી આપણને મળશે એ જાણવા આપણે ઉત્‍સુક હોઈએ છીએ. ઘણી ખાદ્ય ચીજોના પેકેટ પર પણ એ વિશેની માહિતી આપવામાં આવી છે, પરંતુ  યુનાઇટેડ કિંગડમના બ્રિસ્‍ટલમાં આવેલી એક કેન્‍ટીન રેસ્‍ટોરાંએ તેમને ત્‍યાં તૈયાર કરવામાં આવેલી ᅠવાનગીઓમાં રહેલી કેલરી ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કેટલો હાનિકારક કાર્બન ઉત્‍સર્જિત કરવામાં આવ્‍યો છે એની માહિતી આપવાનું શરૂ કર્યું છે. મેનુમાં કાર્બન ફુટ પ્રિન્‍ટ આપવી એવું અભિયાન યુકેની ચેરિટી સંસ્‍થા વિવા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને આ રેસ્‍ટોરાંએ સમર્થન કર્યું છે.

(4:25 pm IST)