Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઇબોલા અંગે ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ઇમરજન્સી ચેતવણી આપી છે કે ઇબોલા વાયરસ જેવી મહામારી વિશ્વમાં મારબર્ગમાં ફેલાઇ શકે છે. આ મહામારીમાં ચેપગ્રસ્ત લોકોનો મૃત્યુ દર 88 ટકા સુધી હોઇ શકે છે. પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં મારબર્ગ વાયરસનો એક કેસ નોંધાયો છે અને હવે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે વાયરસ દૂર દૂર સુધી ફેલાઈ શકે છે, તેથી તેને તાત્કાલિક નાબૂદ કરવાની જરૂર છે.

ડબ્લ્યુએચઓએ અહેવાલ આપ્યો છે કે મારબર્ગ વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ બીમારી ઇબોલાના જેવી જ છે. આ પ્રકારે આ પ્રથમ વખત છે જ્યારે પશ્ચિમ આફ્રિકામાં આ જીવલેણ રોગની ઓળખ થઈ છે. 1967 થી અત્યાર સુધી 12 મોટા મારબર્ગ પ્રકોટ જોવા મલ્યા હતા. પરંતુ મોટા ભાગના પ્રકોપ દક્ષિણ અને પૂર્વી આફ્રિકામાં સામે આવ્યા હતા.

(5:15 pm IST)