Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમેરિકી સેનાની એક્ઝિટ બાદ તાલિબાની આતંકીઓના આત્મ વિશ્વાસમાં થયો વધારો

નવી દિલ્હી: અમેરિકી સેનાની એક્ઝિટ બાદ, તાલિબાની આતંકીનો આત્મ વિશ્વાસ વધ્યો છે. તેઓ એક પછી એક અફઘાની જિલ્લા પર કબ્જો જમાવી રહ્યા છે અને આજ કારણે રાજકીય સત્તા ડગમગી ઉઠી છે. અફઘાનિસ્તાનને સેના આતંકીઓનો વળતો જવાબ આપી રહી છે. પરંતુ, અત્યારસુધી તેઓ તેમને રોકવામાં નિષ્ફ્ળ ગયા છે અને આતંકીઓ એક પછી એક જગ્યાએ હુમલા કરી, તેની પર હૂકુમત જમાવી રહ્યા છે.

અફઘાનિસ્તાનના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યારસુધી 60 હજારથી વધુ પરિવારોને તેમનું ઘર છોડવું પડ્યું છે અને આ વિસ્થાપિતો દુનિયાના વિવિધ દેશ પાસે મદદ માંગી રહ્યા છે. થોડા દિવસ પહેલા, અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પણ આ મામલે યુ એન અને અન્ય દેશોને અફઘાન તરફ ધ્યાન આપવા અને તેના દેશના નાગરિકોની મદદ કરવા જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની અફઘાન છોડવાની ઘોષણા બાદ, અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી ફેલાઈ છે. તાલિબાનીઓ મહિલા અને બાળકોને શિકાર બનાવી રહ્યા છે અને તેમાં 50 % ની વૃદ્ધિ પણ નોંધાઈ છે. આ વર્ષના આંકડાની વાત કરીએ તો, અફઘાનિસ્તાનમાં આતંકી હુમલામાં 468 બાળકોને નિશાન બનાવ્યા છે.

(5:14 pm IST)