Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પાકિસ્તાની નૌસેનાની પરિસ્થિતિ થઇ ખરાબ:ફક્ત બે જ સબમરીન ડ્યુટી પર તૈનાત

નવી દિલ્હી: પાકિસ્તાનની 5 પૈકીની 3 અગોસ્તા ક્લાસની સબમરીનને હાલ અપગ્રેડ કરવામાં આવી રહી છે અથવા તો તેમાં કોઈ ટેક્નિકલ સમસ્યા છે. આ કારણે તે સબમરીન હાલ સમુદ્રમાં નથી ઉતરી શકતી. આગામી વર્ષના મધ્ય સુધીમાં પાકિસ્તાને ફક્ત 2 સબમરીન વડે જ કામ ચલાવવું પડશે.

પાકિસ્તાને આગામી વર્ષના મધ્ય ગાળા સુધી માત્ર 2 જ સબમરીન અગોસ્તા 90-બી અને અગોસ્તા-70 વડે જ મોરચો સંભાળવો પડશે. જાણવા મળ્યા મુજબ પાકિસ્તાનની અગોસ્તા 70 ક્લાસની સબમરીન પીએનએસ હુરમતના એન્જિનમાં સમસ્યા છે તથા તેની ઈલેક્ટ્રોનિક વોરફેર સપોર્ટ સિસ્ટમમાં પણ સમસ્યા છે. આ કારણે તે સબમરીન હાલ કામ કરવાની સ્થિતિમાં નથી.

પાકિસ્તાનની સબમરીનો જ નહીં, યુદ્ધ જહાજો પણ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. પાકિસ્તાની યુદ્ધ જહાજ પીએનએસ ખૈબર એક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે અને તેમાં ખૂબ જ અવાજ આવી રહ્યો છે.

ચીન દ્વારા બનાવવામાં આવેલા અન્ય 2 યુદ્ધ જહાજો પીએનએસ સૈફ અને પીએનએસ જુલ્ફિકારની એર ડિફેન્સ ક્ષમતા બહુ જ સીમિત છે. પીએનએસ જુર્રતના ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમમાં મુશ્કેલી છે.

(5:14 pm IST)