Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બ્રિટનના વૈજ્ઞાનિકોએ કોવીડ સમસ્યાથી નિવારણ લાવવા માટે પોસ્ટ કોરોના બીમારીઓ માટે અલગ રસી શોધી હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટનમાં પોસ્ટ કોવિડ બીમારીઓથી બચવા માટે અલગથી રસીકરણ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોએ આ માટેની રસી બનાવી લીધી છે જેનું પરીક્ષણ 4-5 મહીનામાં પૂર્ણ થઈ જશે. કોરોનાથી ઉભર્યા બાદ થનારી બીમારીઓ સામે સુરક્ષા આપનારી આ દુનિયાની પ્રથમ રસી હશે. આ રસીને કારણે લોંગ કોવિડ દર્દીની સંખ્યામાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. બ્રિટનમાં હાલ દર 10 કોરોના સંક્રમીત વ્યક્તિ પૈકી એક દર્દી લાંબા સમયથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે ત્યાં લોંગ કોવિડ દર્દીઓની સંખ્યા દસેક લાખ જેટલી હશે. યુનિવર્સિટી ઓફ એકટર મેડીકલ સ્કુલનાં લેકચરર ડો. કોવિડ સ્ટ્રેને કહ્યું કે પ્રથમ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ રસી લગાવવાથી લોંગ કોવિડ દર્દીઓને વધુ રાહત મળશે. શરુઆતનાં પરિક્ષણોમાં પણ જોવા મળ્યાં મુજબ રસીનાં ઉપયોગથી લોંગ કોવિડનાં લક્ષણોમાં કમી આવી છે. દર્દીઓને શ્વાસ ફુલાવવી, સુસ્તી તથા અન્ય સમસ્યાઓ સામે ઘણી રાહત મળી છે.

(6:03 pm IST)