Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વધારે પડતો ગૂગલનો ઉપયોગ કરવો આ યુવકને પડ્યો ભારે ઇંડોનેશિયામાં એક વરરાજા સાથે બની અજુગતી ઘટના

નવી દિલ્હી: ગૂગલ મેપ્સ પર વધુ પડતો વિશ્વાસ ક્યારેક દગો પણ આપી શકે છે. આવું જ ઈન્ડોનેશિયામાં એક વરરાજા સાથે બન્યું છે. આ વરરાજાએ તેના લગ્નમાં કન્યાના ઘરે જાન લઈને પહોચવા માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. અને ખોટા સરનામે જઈ પહોચ્યા હતા. રસપ્રદ વાત એ હતી કે ખોટા સરનામાં ઉપર પણ દીકરીના લગ્નનું આયોજન હતું. અને સૌ આમંત્રિતો જાન ની રાહ જોઇને બેઠા હતા. પરંતુ સમય રહેતા ગરબડ પકડાઈ ગઈ અને ખોટા લગ્ન થતા થતા રહી ગયા.

          ઇન્ડોનેશિયન મીડિયાના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ સેન્ટ્રલ જાવાના લોસારી ગામ જતો હતો. ગુગલ મેપના કારણે તે વરઘોડા સાથે જેનગકોલ પહોંચ્યો. મારિયા આલ્ફા અને બુરહાન સિદ્દીકીના લગ્ન ત્યાં યોજાયા હતા. અને લોકો જાન ની આવવાની રાહ જોઇને બેઠા હતા.

(6:11 pm IST)