Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

દક્ષિણ કોરિયાના એક ટાપુ પર માત્ર ત્રણ જ બાળકો બચ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના એક ટાપુ પર ફક્ત 3 બાળકો જ બચ્યા છે. આ ત્રણેય બાળક એક જ પરિવારના છે. આ સિવાય 100થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ટાપુ પર કોઈ બાળકો નથી. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે કોઈપણ વ્યક્તિ તે ટાપુ પર જવાનું પણ પસંદ નથી કરતા. આજે એશિયા ખંડમાં દક્ષિણ કોરિયા ચોથા નંબરની મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. પરંતુ દેશને આગળ વધારવા માટે જરૂરી વસ્તી અહીં ખૂબ ઓછી છે.

          વર્ષ 2020માં દક્ષિણ કોરિયા સૌથી ઓછો જન્મ દર ધરાવતો દેશ હતો. આ દેશના Nokdo Islandમાં માત્ર ત્રણ બાળકો જ બચવાની વાતે સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. અહીં ત્રણેય બાળકોને રમવા માટે ઘણી બધી ખાલી જગ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિકની પણ કોઈ સમસ્યા નથી. પરંતુ સમસ્યા એ છે કે તેમની સાથે કોઈ રમવાનું નથી. એટલું જ નહીં આ બાળકોના અભ્યાસ અને લેખન પર પણ ગંભીર અસર પડી રહી છે.

(6:10 pm IST)