Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો

કોરોના - લોકડાઉને અનેક લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે

લંડન તા. ૧૨ : યૂનાઇટેડ કિંગડમ થી આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં કોરોના અને તેના લીધે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન એ ઘણા વિદ્યાર્થીઓની જીંદગી બરબાદ કરી લીધી. લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓએ પોતાની ઇંટિમેટ તસવીરો ઇન્ટરનેટ પર વેચવા મટે મજબૂર થવું પડ્યુ.

મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર સામાન્ય રીતે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ફી ભરવા માટે રેસ્ટોરેન્ટ, સ્ટોર, પબ અથવા અન્ય દુકાનો પર કામ કરે છે. પરંતુ લોકડાઉનમાં આ પ્રકારની જોબ કરવાની તક ન મળી. આ દરમિયાન તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો.

એક પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે ટ્યૂશન ફી ચુકવવા માટે ઘણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ પર પોતાના આપત્ત્િ।જનક ફોટા વેચ્યા. અમે આ મજબૂરીમાં કર્યું. અમને બીજો કોઇ રસ્તો સૂઝયો ન હતો.

તો બીજી તરફ અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારી  સંકટકાળ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રોસ્ટિટૂશન સાથે જોડાયેલી મહિલાઓ સાથે પણ સંપર્ક કર્યો હતો. લોકડાઉન દરમિયાન અમારી પાસે ઓપ્શન ન હતો કારણ કે મોટાભાગની દુકાનો અને પબ બંધ હતા.

એક વિદ્યાર્થીએ કહ્યું કે પહેલાં લોકડાઉન દરમિયના ઇન્ટરનેટ પર ઇંટિમેટ તસવીરો વેચનાર છોકરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. આ દરમિયાન તેમણે માનસિક રીતે ઘણુ બધુ સહન કરવું પડ્યું. ઘણા કલાઇટ્સએ તેમની પર્સનલ ડિટેલ સોશિયલ મીડિયા પર તેમને પૂછ્યા વિના વાયરલ કરી દીધી. તેનાથી તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડી.

ગત એક વર્ષમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે ૪ ટકા વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટીમાં પોતાના કોર્સની ફી ભરવા માટે પોતાની ઇંટિમેટ તસવીરો વેચી. તમને જણાવી દઇએ કે આ સર્વેમાં ૩,૨૦૦ વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

(11:55 am IST)