Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ઓલ્ઝાઇમર્સ ડિસીઝથી બચવુ હોય તો વિટામીન ડી અને બીની કમી ન થવા દો

અમેરિકાના અભ્યાસકર્તાઓએ ઓલ્ઝાઇમર્સ ડિસીઝ માટેના મજબુત પરીબળો તરીકે સ્મોકીંગ, માથાની ઇજા અને બેઠાડુ જીવન ગણાવ્યા છે

ન્યુયોર્ક તા.૧ર : મોટી વયની વ્યકિતઓમાં હવે બહુ બહોળા પાયે ઓલ્ઝાઇમર્સ ડિસીઝની અસર જોવા મળે છે એ થવાનુ કારણ હજી અસ્પષ્ટ હોવાથી લોકોમાં આ રોગ બાબતે ભય વધુ રહે એ પણ સ્વાભાવિક છે. અત્યાર સુધી અમેરિકાના અભ્યાસકર્તાઓએ ઓલ્ઝાઇમર્સ ડિસીઝ માટેના મજબુત પરીબળો તરીકે સ્મોકીંગ, માથાની ઇજા અને બેઠાડુ જીવન ગણાવ્યા છે. એમાં બે નવા પરિબળોનો પણ ઉમેરો થયો છે. વિટામીન બી અને વિટામીન ડીની શરીરની જરૂરીયાત નિયમિતપણે પુરી થતી રહે એ મગજના કોષોના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. લોહીમાં જયારે હોમોસિસ્ટેઇન ઘટક વધી જાય છે ત્યારે ઓલ્ઝાઇમર્સ ડિસીઝની સંભાવનાઓ વધે છે અને હોમોસિસ્ટેઇનનું લેવલ ઘટાડવા માટે પુરતી માત્રામાં વિટામીન બી હોવુ જરૂરી છે. નિયમિતપણે સુર્યપરકાશ લેવાથી વિટામીન ડીની પુર્તિ થાય છે.

 

આ બંને વિટામીન્સ જયારે પુરતી માત્રામાં શરીરમાં હાજર હોય છે ત્યારે મગજના કોષોનું ડેમેજ થવાની તેમ જ ચેતાતંતુઓનું કમ્યુનિકેશન ખોરવવાની સંભાવના પણ ઘટે છે. અમેરિકન અભ્યાસકર્તાઓની વાત માનીએ તો ઓલ્ઝાઇમર્સ રોગને આઘેરો રાખવા માટે સારી અને હેલ્ધી જીવનશૈલીની આદતો કેળવવા ઉપરાંત વિટામીન ડી અને બીની પુર્તિ નિયમિત કરવી જોઇએ.

 

(11:47 am IST)