Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વીગન બનવાનું પર્યાવરણ માટે પણ બહુ સારૃં છે

લંડન તા. ૧ર : શું તમે વેજિટેરિયનમાંથી વીગન બનવાની તૈયારીમાં છો? તો તમારા આ કદમથી પર્યાવરણને પણ મદદ થશે. વીગન એટલે દૂધ અને દુધમાંથી બનતી તમામ પ્રોડકટ્સ અને ઇંડા જેવી તમામમ પ્રાણીજન્ય ચીજોને પણ વજર્ય ગણવી, ફ્રાન્સના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પ્રાણીજન્ય ચીજો ખાવા કરતાં ફાઇબરથી ભરપુર ફળો અને શાકભાજીવાળી ખોરાક લેવાની પર્યાવરણ પર એની સારી અસર થાય છે. એનું કારણ એ છે કે એનિમલ પ્રોડકટ વાપરવા માટે જે પ્રાણીઓનો ઉછેર કરવામં આવે છ.ે એનાથી ગ્રીનહાઉસ ગેસ નિર્માણ થાય છે. દુધ અને દુધમાંથી બનતી પ્રોડકટ્સ માટે દુધાળા ઢોરનો ઉછેર કરવાનો હોય કે ઇંડા અને ચિકન કે માંસ માટે અન્ય પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે એ બન્નેથી પર્યાવરણમાં અસંતુલન થઇ શકે છે. બીજી તરફ ખેતી આધારિત જીવન જીવવામાં આવે તો તેનાથી પર્યાવરણને ઓછી તકલીફ થઇ શકે છે.

(11:47 am IST)