Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રશિયામાં રહેણાંક બિલ્ડિંગમાં આગ ભભૂકતા 8 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:રશિયાના ચોથા સૌથી મોટા શહેર યેકાતેરિનબર્ગના ઉર્લ્સમાં એક આવાસીય બિલ્ડિંગમાં આગ ભભૂકવાનાકારણોસર એક બાળક સહીત આંઠ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક ક્ષેત્રીય આપદા સેવાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રસસેવનયા સ્ટ્રીટ પર એક આવાસીય એપાર્ટમેન્ટમા  બીજા માળ પર આગ ભભૂકી હતી. બચાવકર્મી તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને બહાર લાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કુલ 90 લૂને બિલ્ડિંગમાંથી બહાર બચાવવામાં આવ્યા હતા.

(5:54 pm IST)