Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી

જેસિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હું નથી ઇચ્છતી કે મારી દીકરીઓએ ભવિષ્યમાં આવું કંઈ કરવું પડે. મારા કામ વિશે લોકોને કંઈ વિચારવાની છૂટ છે. હું પરિવાર માટે આ કામ કરી રહી છું

નવી દિલ્હી,તા. ૧૨: પેટ માણસને કંઈ પણ કરવા માટે મજબૂર કરે છે. ઇંગ્લેન્ડની એક મહિલાએ ઘર ચલાવવા અને તેના ચાર બાળકનું ભરણપોષણ કરવા માટે એવું કામ શરૂ કર્યું છે, જેનાથી તે મિનિટના પાંચ પાઉન્ટ એટલે કે ૫૦૦ રૂપિયાની કમાણી કરી લે છે. આ માટે મહિલાએ પોતાની જૂની નોકરી છોડી દીધી છે. ઇંગ્લેન્ડના યોર્ક શહેરમાં રહેતી ૩૨ વર્ષીય જેસિકા શો ને ચાર બાળકો છે. જેમાં બે છોકરા અને બે છોકરી છે. બાળકોની ઉંમર ચાર વર્ષથી ૧૫ વર્ષ છે. આ પહેલા જેસિકા બાર મેઇડ અને બાળકોની દેખરેખનું કામ કરતી હતી. પરંતુ તેનાથી તેણી એટલી કમાણી કરી શકતી ન હતી જેનાથી તે પોતાના ચારેય બાળકોનું ધ્યાન રાખી શકે. અનેક વખત એવું થતું હતું કે બાળકોને સાંજનું ભોજન પણ મળતું ન હતું. જેસિકા બાળકોને નવા કપડાં અને સારા રમકડાં પણ અપાવી શકતી ન હતી.

નવો આઇડિયા : ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસને પગલે જયારે લોકડાઉન લાગ્યું ત્યારે જેસિકાને ઓનલાઇન ડેટિંગ અને વેબકેમ ફ્લર્ટિંગ વિશે માહિતી મળી હતી. જેસિકાએ આ અંગે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું અને જે બાદમાં વેબકેમના માધ્યમથી ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે મજા કરાવતી વાતો કરવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે જેસિકા વધારે પૈસા કમાવી લાગી હતી.

જેસિકાએ એક મિનિટના પાંચ પાઉન્ડ એટલે કે ૫૦૦ રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું હતું. તેણીએ મહિલાઓ અને પુરુષો સાથે કામુક વાતો કરવાની શરૂ કરી હતી. આ સાથે જ પરિણીત લોકો પણ તેણી સાથે જોડાવા લાગ્યા હતા. અનેક યુવાઓ પણ તેણીની સેવા સાથે જોડાયા છે. જે બાદમાં જેસિકાએ પોતાનું જૂનું કામ છોડી દીધું હતું. સારી કમાણી કરવાને કારણે તેણી પોતાના બાળકોનું પણ સારી રીતે ધ્યાન રાખવા લાગી હતી. તેમને ફરવા માટે બહાર લઈ જતી હતી અને સારી સારી ભેટ પણ આપતી હતી.

જેસિકાની કમાણીઃ જેસિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હવે આ મારો વ્યવસાય બની ગયો છે. અનેક રાત એવી પણ હોય છે જયારે હું હજાર પાઉન્ડની કમાણી કરી લઉં છું. કયારેક તો હું એક રાતમાં પાંચ હજાર પાઉન્ડની કમાણી કરી લઉં છું. લોકો મારા વિશે કોઈ પણ અભિપ્રાય બાંધી શકે છે. હું આ કામ મારા પરિવાર માટે કરું છું. હું કંઈ જ ખોટું નથી કરી રહી. આ તમામ એક કોમ્પ્યુટર સ્ક્રિન સામે થાય છે, એ પણ ત્યારે જયારે મારા બાળકો ઊંદ્યી જાય છે.'

જેસિકાએ વધુમાં કહ્યું કે, 'હું મારા બાળકોને પહેલાથી સારી જિંદગી આપવા માટે આવું કરી રહી છું. હું બે નોકરી કરી રહી હતી છતાં મારા બાળકોનું સારી રીતે પાલન-પોષણ કરી શકતી ન હતી. હું સિંગલ પેરન્ટ હોવાથી બધું એકલા હાથે કરવું પડે છે.

(10:13 am IST)
  • અમેરીકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવાસ સ્થાન વ્હાઇટહાઉસની બહારના ભાગમાં અમેરીકી લશ્કરના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છેઃ આવુ શા માટે કરવામાં આવી રહયું છે તેની કોઇ વિગતો જાણવા મળતી નથીઃ પ્રમુખ ટ્રમ્પ ઉપર કાયમી પ્રતિબંધ લાદવાની તૈયારી ચાલી રહી છે ત્યારે ટવીટરના શેરમાં ૧૨ ટકાનું ગાબડુ પડયું છે. ૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. access_time 1:50 pm IST

  • વેકસીન અને બર્ડ ફલુ અંગે બપોરે ૧II વાગ્યાથી રાજયના તમામ કલેકટર-ડીડીઓ-મ્યુ. કમીશ્નર-ડોકટરો સાથે મુખ્ય સચિવશ્રી મૂકીમની ખાસ વીસી : રાજકોટ સહિત રાજયભરમાં ૧૬મીથી કોરોના સામે જંગ જીતવા વેકસીન દેવાનો પ્રારંભ થશેઃ રાજકોટ જીલ્લામાં ૯પ૦ સેન્ટર ઉપર તૈયારીઓ કરાઇ છેઃ કોરોના ધીમો પડયો ત્યાં બર્ડ ફલૂએ ઉપાડો લેતા રાજય સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યુ છેઃ આ બંને સંદર્ભે આજે રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમે રાજયભરના કલેકટરો-ડીડીઓ-મ્યુ. કમીશ્નરો સાથે ખાસ વીસી યોજી છેઃ બપોરે ૧II વાગ્યાથી જીલ્લા વાઇઝ તૈયારીઓ તથા બર્ડ ફલૂ અંગે લેવાયેલ પગલા-દવા અંગે સમીક્ષા થશે access_time 4:01 pm IST

  • કોરોના વેક્‍સીનનો પ્રથમ જથ્‍થો પુણેથી દિલ્‍હી લઈ જવાનુ માન રાજકોટની દિકરીને મળ્‍યુ આજે પુણેથી દેશના જુદા જુદા ૯ સ્‍થળોએ માલવાહક વિમાની જહાજો દ્વારા કોરોના વેક્‍સીનનો જથ્‍થો પહોંચાડવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજકોટની પાયલોટ કેપ્‍ટન નીધિ બીપીનભાઈ અઢીયાએ પુણેથી દિલ્‍હી માટે પ્રથમ વેક્‍સીનનો જથ્‍થો લઈ જવાનું સફળતાપૂર્વક પાર પાડેલ છે. આમ રાજકોટની દીકરીને ફાળે કોરોના વેક્‍સીનનો પ્રથમ જથ્‍થો દિલ્‍હી પહોંચાડવાનું માન - સન્‍માન મળ્‍યુ છે. access_time 12:04 pm IST