Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નોકરી આપતા પહેલા વધારે ઇન્ટરવ્યુ શા માટે લેવાય છે?

નવી દિલ્હી, તા. ૧ર : એક તરફ કેન્દ્ર સરકારે નીચલા પદોની નોકરીમાં ઇન્ટરવ્યુ પ્રથાને રદ કરી છે ત્યારે પ્રાઇવેટ કંપનીઓ હવે નોકરી આપતા પહેલા એક કરતા વધારે ઇન્ટરવ્યુ લે છે અને લાંબા સમય સુધી જવાબ પણ આપતી નથી. છેલ્લા છ મહિનાથી આવું વધી રહ્યું છે અને તેથી ઇન્ટરવ્યુ આપનારા યુવાનો પણ ચિંતામાં રહે છે કે તેમની પસંદગી થશે કે નહીં. એવું જાણવા મળે છે કે હવે કંપનીઓ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે. ઇન્ટરવ્યુના જેટલા વધારે રાઉન્ડ થશે એમાં સારી ટેલન્ટને જાણી અને મેળવી શકાશે એવું કંપનીઓ માની રહી છે. વળી ઘણી કંપનીઓ હાલમાં વિસ્તરણના મૂડમાં નથી તેથી વધારે રાઉન્ડ કરીને સિલેકશન-પ્રોસેસને ખેંચી રહી છે.

(3:49 pm IST)