News of Friday, 12th January 2018

સ્મોકિંગ કરવાથી...

સ્મોકિંગ કરનાર લોકોને લાગે  છે કે તે સીગરેટ પીતી વખતે કુલ લાગે છે અને તેથી તે પોતાના સ્વાસ્થ્યને પણ જાખમમાં મૂકી રહ્ના છે. પરંતુ, એક સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે સ્મોકિંગ કરવાથી તમારી છાપ ખરાબ થાય છે અને તેનાથી તમે સામેવાળાને આકર્ષિત નથી કરી રહ્ના પણ દૂર ભગાડી રહ્ના છો.

સ્મોકિંગના કારણે તમારા ચહેરા પર પડતી કરચલીના કારણે તમે આછા આકર્ષક દેખાવા લાગો છો. બ્રિસ્ટોલ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા સંશોધનમાં ૫૦૦ લોકોના ૨૩ જુડવા ભાઈઓ કે બહેનોમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. જેમાં એક વાતનો ખુલાસો થયો કે, પુરૂષોએ નોન-સ્મોકિંગ કરનાર ૬૬ ટકા મહિલાઓને પસંદ કરી, જ્યારે તે જ મહિલાઓએ નોન-સ્મોકિંગ કરનાર ૬૮ ટકા પુરૂષોને પસંદ કર્યા. ઉપરાંત કેટલીક મહિલાઓએ બીજી નોન-સ્મોકિંગ કરનાર મહિલાઓને ૭૦ ટકા કેસમાં આકર્ષક ગણાવી.

સ્મોકિંગ સામાન્ય રૂપે થનાર એજીંગને વધારે છે. નિકોટીન તમારા શરીરની બહારની ચામડીના રક્તકોષોને (સકરા) બનાવી દે છે. જેથી તમારી સ્કીન ઓછી લચીલી થઈ જાય છે અને તેનાથી કરચલી થવા લાગે છે.

(1:50 pm IST)
  • ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે. access_time 3:54 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST