Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દેશમાં પ્રથમ વખત એનિમલ અંડરપાસમાંથી 18 પ્રકારના 5450 પ્રાણીઓ પસાર થયા

નવી દિલ્હી: દેશમાં પ્રથમ વખત નેશનલ હાઈવે-44ના 16 કિમીના ક્ષેત્રમાં બનાવાયેલા 9 એનિમલ અંડરપાસમાંથી 10 મહિનામાં 89 વખત વાઘ પસાર થયાની ઘટના બની હતી. 18 પ્રકારનાં 5,450 જંગલી પ્રાણીઓ આ અંડરપાસમાંથી પસાર થયાં હતા. પેચ ટાઈગર રિઝર્વમાં બનાવાયેલ દુનિયાના સૌથી લાંબા એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચરમાંથી વન્યજીવો તથા વાહનોના ટકરાવાની હજારો ઘટનાઓ પણ ટળી ગઈ હતી. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા એનિમલ અંડરપાસનો જંગલી પ્રાણીઓ દ્વારા કરાતા ઉપયોગ અંગે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. રિપોર્ટ તૈયાર કરનારા ડૉ. બિલાલ હબીબે કહ્યું કે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો એનએચ-44ને જ્યારે બે લેનથી ચાર લેનમાં અપગ્રેડ કરવાની વાત થઈ તો આ પ્રોજેક્ટને એ જ શરત પર મંજૂરી મળી કે ગાઢ જંગલ વિસ્તારોમાં પ્રાણીઓના પસાર થવા માટે એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચર ઊભાં કરવામાં આવે.

 

(6:24 pm IST)