Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હ્યુમનોઇડ સોફિયા હવે ચાલી શકશે

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતી હ્યુમનોઇડ સોફિયાને સાઉદી અરેબિયાએ નાગરિત્વ આપ્યુ છે અને હવે એને પગ પણ ફિટ કરવામાં  આવ્યા છે. મુંબઇમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં આવીને એણે સ્ટુડન્ટ સાથે પરિસંવાદ કર્યો હતો. સોફિયાને તૈયાર કરનારા હેન્સન રોબોટિકસની ચીફ સાયન્ટિસ્ટ બેન ગોએટઝેલે કહયુ હતુ કે સોફિયા હવે એના પગ પર ચાલી શકશે અને આમ એ હવું સંપુર્ણ માનવ શરીર જેવું સ્ટ્રકચર ધરાવે છે. જો કે એ ચાલતી હોય ત્યારે એવું લાગે કે કોઇ મોન્સ્ટર ચાલી રહયો છે એ માનવોનીજેમ ૬૦ પ્રકારના હાવભાવ  આપી શકે છે અને માણસો સાથે વાતચીત કરી શકે છે.

(4:05 pm IST)