Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હાર્ટમાં વધારાની ચરબીસ્ટ્રોકનું જોખમ વધારે છે

લંડન : આખા શરીરમાં સૌથી અલગ અને નોખા ટિશ્યુમાંથી હાર્ટની રચના થઇ છે અને હાર્ટને પ્રત્યેક પળે ધબકતુ રાખવા માટે સૌથી વધારે એનર્જીની પણ જરૂર પડે છે.હાર્ટને કારણે શરીરમાં લોહીનો પુરવઠો દરેક સેલ સુધી પહોંચે છે. અને તેથી હાર્ટને સતત ધબકતુ રાખવા માટે અમીનો એસિડ, ગ્લુકોઝ, લેકટેટ અને કીટોન બોડીઝ બળ પુરુ પાડે છે. જો કે જો હાર્ટમાં જરા પણ ચરબી વધે તો હાર્ટ અટેકનું જોખમ વધે છે. એમ અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. મોટા ભાગે ડાયાબિટીઝ થાય એટલે હાર્ટના મસલ્સની એડેપ્ટિબિલીટી ઘટે છે. અને તેથી ચરબી જમા થાય છે. આથી આવી ચરબી હાર્ટ ટિશ્યુમાં વધે નહી એ માટે ડાયાબિટીઝ ધરાવતા લોકોએ મોર્નિગ વોક જેવી હળવી કસરત રોજ કરવી જરૂરી છે.

(11:34 am IST)