Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અફઘાનિસ્તાનમાં તાલિબાન હુમલામાં અફઘાન સુરક્ષા બળના 11 સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:ગુરુવારના સાંજના સમયે કૂદુંજ અને હેલમંડ પ્રાંતમાં તાલિબાની હુમલામાં સુરક્ષા બળના 11  સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત કૂદુંજના અલી આબાદ જિલ્લામાં સુરક્ષા સ્થાન પર  ગુરુવારના રોજ સાંજના સમયે તાલિબાની હુમલામાં 8 સુરક્ષા બળ જેમાં ચાર પોલીસના અને ચાર સેનાના જવાનના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

               સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનાના 5 જવાન અને પોલીસ બળના બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાર અન્ય સુરક્ષાબળોને તાલિબાને બંધ બનાવી લીધા છે. તાલિબાનના બંધક બનાવતા સુરક્ષાબળોના ફોટો જાહેર થતા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:13 pm IST)