Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમેરિકામાં કોરોના થયો ગાંડોતૂર:રોજના દોઢ લાખ કેસ આવે છે:1500ના થાય છે મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાવાયરસ મહામારી ફરીથી ભયંકર સ્વરૂપમાં આવી ગઇ છે અને ખાસ કરીને ડેલ્ટા વેરિયન્ટ ને કારણે અમેરિકા ની હાલત ફરીથી ખરાબ થઈ રહી છે અને દરરોજ દોઢ લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.

અમેરિકન મીડિયા દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે અત્યારે પણ અમેરિકામાં દરરોજ પંદરસો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને લોકોમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે અને કોરોના ના તમામ નિયમોનું સખત રીતે પાલન કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. દરમિયાનમાં અમેરિકી પ્રમુખ દ્વારા કોરોનાવાયરસ મહામારીને રોકવા માટે એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે અને તે મુજબ અમેરિકાની દરેક નાની મોટી કંપનીઓએ દર અઠવાડિયે પોતાના કર્મચારીઓના ટેસ્ટિંગ ફરજિયાત પણે કરાવવાના રહેશે. અમેરિકામાં રસીકરણ અભિયાનને ગતિશીલ બનાવવા માટે પણ અમેરિકી પ્રમુખ દ્વારા ખાસ સૂચના જારી કરવામાં આવી છે અને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને લોકોને એવી સૂચના આપવામાં આવી છે કે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

(5:24 pm IST)