Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઓએમજી......19 વર્ષ સુધી નખ ન કાપીને આ મહિલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

નવી દિલ્હી: દુનિયામાં પ્રખ્યાત થવા માટે લોકોને અવનવા રેકોર્ડ બનાવવાનો શોખ હોય છે, જેના કારણે ઘણા લોકો પોતાની આવડતનો ઉપયોગ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે. અમેરિકાની એક મહિલાએ આવું જ વિચાર્યું હતુ. તેણે તેના નખના ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નોંધાવ્યુ હતુ પરંતુ તે પછી એક અકસ્માતે તેનુ જીવન બદલી નાંખ્યુ. એક અહેવાલ મુજબ, અમેરિકાના ઉટાહ (Utah, America)ની રહેવાસી લી રેડમંડે 1979થી પોતાના હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. આમ ને આમ 19 વર્ષ જતા રહ્યાં જે બાદ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે તેમનો સંપર્ક કરીને નખનુ માપ લીધુ. જે બાદ તેમનું નામ સૌથી લાંબા નખ ધરાવતી મહિલા તરીકે નોંધાયું હતું લી રેડમંડના નખ વર્ષ 2008 સુધી સૌથી લાંબા હતા. બંને હાથના નખની લંબાઈ 28 ફૂટ 4 ઈંચ હતી. તેમના જમણા હાથના અંગૂઠાના નખની લંબાઇ 2 ફૂટ 11 ઈંચ થઈ ગઈ હતી. મહિલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે પોતાની જાતને એક ચેલેન્ઝ પણ આપી રહી હતી કે,  તે નખ કાપ્યા વગર કેટલો સમય જીવી શકે છે? જેમ જેમ નખ લાંબા થતા ગયા તેમ તેમ તે વળી જતા રહ્યા. તે દરરોજ પોતાના નખની સંભાળ રાખતી અને પેડિક્યોર કરાવતી. તે તેને ગરમ ઓલિવ ઓઈલમાં ડુબાડતી, જેનાથી નખ સખત થઈ જતા. જે બાદ તે પોતાના નખને સુંદર લુક આપવા માટે ગોલ્ડ કલરથી રંગાવતી હતી. હંમેશા એક તારીખ નક્કી કરી હતી કે, તે દિવસે તે તેના નખ કાપશે, પરંતુ તેના નખ તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો અને તેણે તેને કાપવાનું બંધ કરી દીધું. વર્ષ 2009માં તેની સાથે એક એવી ઘટના બની જેણે તેની પાસેથી બધું છીનવી લીધું અને તે સંપૂર્ણપણે ભાંગી પડી. 10 ફેબ્રુઆરી 2009ના રોજ તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં વાહન ઘણી વખત પલટી ગયું હતું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. આજના સમયમાં આ રેકોર્ડ અમેરિકાની અયાન્ના વિલિયમ્સના નામે છે. લી હવે 68 વર્ષની છે અને તેણી કહે છે કે તેણીના નખ ઉગાડવામાં તેણીને 30 વર્ષ લાગ્યા હતા, હવે તે ફરીથી આટલો સમય પસાર કરવા માંગતી નથી કારણ કે તેણી જાણતી નથી કે તે, આટલો લાંબો સમય જીવશે કે નહીં. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, હવે તેના માટે રોજિંદા કામ કરવું સરળ થઈ ગયું છે

 

(4:52 pm IST)