Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આ ટાપુ પર ખનીજનો ખજાનો છુપાયેલ હોવાની માહિતી

નવી દિલ્હી: ગ્રીનલેન્ડ દુનિયાનો સૌથી વિશાળ ટાપુ દેશ છતાં માત્ર 55 હજાર લોકોની વસ્તી ધરાવે છે. ગ્લોબલ વોર્મિગના સર્વે અને સંશોધન માટે ગ્રીનલેન્ડમાં ઓગળતો જતો બરફ ઇન્ડિકેશન માનવામાં આવે છે. ભૌગોલિક દ્વષ્ટીએ ઉત્તર અમેરિકા અને રાજકિય રીતે યૂરોપ સાથે જોડાયેલો ગ્રીનલેન્ડ દેશ કલાઇમેટ ચેન્જના સંશોધન માટે પ્રયાગભૂમિ બન્યો છે. ગ્રીનલેન્ડ ભલે ગ્રીન નથી પરંતુ તેની નીચે તેલનો વિશાળ ભંડાર છુપાએલો છે. એક અંદાજ મુજબ ઉત્તર ધુ્વ પર ૫૦ અબજ ટન જેટલું તેલ છે. દુનિયામાં તેલનો ભંડાર ધરાવતા તમામ દેશો મળીને વર્ષે ૪૦૦ કરોડ ટનથી વધારે તેલ ઉત્પન્ન કરતા નથી એ જોતા આ જથ્થો ખૂબજ વિશાળ છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ ટાપુના બરફની નીચે છુપાએલા ખજાનાની શોધમાં કેટલાક માલેતુંજાર ખોદકામ માટે પાણીની જેમ પૈસા વ્હાવી રહયા છે. હેલીકોપ્ટરમાં વિવિધ પ્રકારના ડ્રિગિંગ મશીનો લઇને શોધકર્તાઓ પ્રયાસ કરી રહયા છે. ગ્રીનલેન્ડનો  બરફ પીગળવો આમ તો જળવાયુ પરીર્વતન માટે ખતરનાક છે પરંતુ એમાંથી પણ મોકો શોધવામાં આવી રહયો છે. ખાસ કરીને રોકાણકારો અને ખનીજ સંશોધન કરતી કંપનીઓને રસ પડી રહયો છે. માલેતુંજાર જેફ બોસેન અને બીલગેટસ પણ રોકાણ કરી રહયા છે. ગ્રીનલેન્ડમાં ગ્રીન એનર્જી માટે જરુરી એવા મહત્વપૂર્ણ ખનીજોની શોધ કરવામાં આવી રહી છે. દુનિયામાં અનેક અબજોપતિ જેમ કે જોફ બેજોસ, માઇકલ બૂલમર્ગ અને બિલ ગેટસનો સમાવેશ થાય છે.

 

(4:52 pm IST)