Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જાપાનમાં લુપિટ વાવાઝોડાના કારણોસર 60થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોવાની માહિતી

નવી દિલ્હી: જાપાને લુપિટ તોફાનનાં કારણે હિરોશિમા, શિમાને અને એહિમેના પ્રાંતોથી 3,00,000 થી વધુ લોકોને બહાર કાઠવાનો આદેશ આપ્યો છે. દેશનાં દક્ષિણ -પશ્ચિમ તરફની 60 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

સોમવારે સવારે પશ્ચિમ જાપાનમાં વાવાઝોડું લુપિટ મજબૂત પવન અને ભારે વરસાદ સાથે અથડાયુ છે. વાવાઝોડું લુપિટ રવિવારે રાત્રે જાપાનનાં દક્ષિણ-પશ્ચિમ ક્યુશુ ક્ષેત્રમાં દસ્તક આપી હતી. જાપાનની હવામાન એજન્સીનાં જણાવ્યા અનુસાર, આ વર્ષનું નવમું તોફાન લુપિટ આજે હિરોશિમા પ્રાંતમાં કુરે થઈને જાપાનનાં સમુદ્રમાં પહોંચી શકે છે. વાવાઝોડાની અસરને કારણે મંગળવારે પણ પશ્ચિમ, પૂર્વી અને ઉત્તરી જાપાનનાં વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની સંભાવનાઓ છે. લોકોને આ સમયગાળા દરમ્યાન ભૂસ્ખલન અને પૂર અંગે સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. હિરોશિમા, શિમાને, એહિમે અને ઓઇતા પ્રાંતોમાં પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.

 

(5:06 pm IST)