Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમેરિકાના ઓસ્ટીન શહેરમાં માત્ર 6 આઇસીયુ બેડ ખાલી હોવાથી લોકોની સ્થિતિ ખુબજ ગંભીર બની

નવી દિલ્હી: વિશ્ર્વભરમાં ડેલ્ટા વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે. 2.4 મિલિયનની વસતી ધરાવતાં અમેરિકાનાં ઓસ્ટિન શહેરમાં માત્ર 6 આઇસીયુ બેડ ઉપલબ્ધ છે. શહેરમાં કુલ વેન્ટિલેટરની સંખ્યા માત્ર 313 છે. મોટા ભાગનાં શહેરમાં ડેલ્ટાનાં કેસ વધતાં હવે મુઠ્ઠીભર આઇસીયુ બેડ ખાલી રહ્યા છે. અમેરિકાની સ્થિતિ ખૂબ ગંભીર થતી જઇ રહી છે. જેના પગલે ઓસ્ટિનમાં તો ચેતવણી જાહેર કરવામાં આવી છે. ટેકસાસ અને ફલોરીડા જેવા મોટા રાજયોમાં પણ પરિસ્થિતિ કથળી રહી છે. ઓસ્ટિનમાં સ્વાસ્થય વિભાગે જણાવ્યા મુજબ ગયા મહિનાની સરખામણીએ હોસ્પિટલોમાં ભરતી થયેલા દર્દીઓની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. તો આઇસીયુમાં દાખલ થયેલા દર્દીઓમાં પ60 ટકાનો વધારો નોંધાયો છે. અમેરિકામાં છેલ્લા એક અઠવાડીયામાં દરરોજ 10 લાખથી વધુ સંક્રમીતો થઇ રહ્યાં છે. બીજી તરફ સંયુકત રાજયમાં છેલ્લા કેટલાક મહિનાઓની સરખામણીએ હાલ રસીકરણની ગતિ પણ ધીમી થઇ ગઇ છે તો સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

 

(5:05 pm IST)