Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કૂતરાએ જીવના જોખમે સાપથી બચાવ્‍યો માલિકનો જીવ

વફાદારીનું શ્રેષ્‍ઠ ઉદાહરણ

 

ન્‍યુયોર્ક,તા. ૧૦: શ્વાનને વિશ્વભરમાં તેમની વફાદારી માટે ઓળખવામાં આવે છે. જયારે માલિક પર વાત આવે છે તો આ સ્‍ફુર્તિલું પ્રાણી જીવના જોખમે મોત સામે લડવા માટે તૈયાર થઇ જાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક કૂતરાએ પોતાના માલિકને સાપથી બચાવીને સાબિત કર્યુ છે કે જો દોસ્‍તી ડોગ સાથે કરવામાં આવે તો ક્‍યારેય પણ તમને દગો નહીં મળે.

બનાવની વિગત અનુસાર એલેક્‍સ લોરેડો નામક એક શખ્‍સને તેના પેટ ડોગે સીધા મોતની મોઢામાંથી બચાવ્‍યો છે. આ જોયા બાદ તે શખ્‍સે પોતાના વફાદાર કૂતરાને બચાવવા જે પણ થઇ શકે તે કર્યુ હતું. આ હીરો ડોગ એક લેબ્રાડોર છે. ૧૮ વર્ષથી પોતના માલિક સાથે રહેતા આ કૂતરાએ ક દિવસ પોતાની જીવને જોખમમાં નાખી દીધો હતો. મોત જોઇને ડર્યા વગર પોતાના માલિકને બચાવ્‍યો હતો. એલેક્‍સ લોરેડો અને તેના હીરો ડોગ માર્લેનો આ કિસ્‍સો ખૂબ ભાવનાત્‍મક છે.

સેન ડિયાગોના પોતાના દ્યરમાં સફાઇ દરમિયાન એલેક્‍સ પોતાના ડોગ માર્લેની સાથે ઊભા હતા. આ દરમિયાન એક ખતરનાક સાપ એલેક્‍સ તરફ આવવા લાગ્‍યો ત્‍યારે પાસે ઉભેલા ડોગે જયારે સાપ જોયો તો એલેક્‍સ ને કરડે તે પહેલા જ તે બંનેની વચ્‍ચે આવી ગયો હતો. એલેક્‍સે જણાવ્‍યું કે, તે જરા પણ હલીચલી શક્‍યા ન હતા કે માર્લેએ તેને ધક્કો માર્યો અને પોતે સાપની સામે આવી ગયો હતો.

કૂતરાએ પોતાના માલિકને તો બચાવી લીધો, પરંતુ સાપે તેને જીભ અને ગળા પાસે ડંશ મારી દીધા હતા. ત્‍યાર બાદ કૂતરાના મોઢામાંથી લોહી નીકળવા લાગ્‍યૂ અને તે બેભાન થવા લાગ્‍યો હતો. કોઇ રીતે એલેક્‍સે પોતાના વફાદાર કૂતરાને હોસ્‍પિટલ પહોંચાડ્‍યો અને પોતાની પોતાની તમામ સેવિંગ્‍સ તેને બચાવવામાં લગાવી દીધી હતી. તેના માટે ફંડરેજીંગનો પણ સહારો લીધો હતો. આખરે બે દિવસથી હોસ્‍પિટલમાં રહ્યા બાદ ડોગની હાલત સુધરવા લાગી અને હવે તે સ્‍વસ્‍થ છે.

(10:26 am IST)