Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સ્પેનના જંગલમાં આગ ફાટી નીકળતા 2હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

નવી દિલ્હી: સ્પેનના એન્ડાલુસિયા વિસ્તારના જંગલમાં આગ ફાટી નીકળી હતી. ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ત્રણ ફાયરફાઈટર્સ ઈજાગ્રસ્ત થયા હતા. સ્પેનના એન્ડાલુસિયાની પહાડીઓમાં આવેલા જંગલોમાં આગ ફાટી નીકળતા ૧૦૦૦ ફાયર ફાઈટર્સને બચાવ કામગીરી માટે મોકલાયા હતા. આગ વધતી જતી હોવાથી ૨૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બેનહાવિસના આશ્રયગૃહમાં લોકોને શરણ આપવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે તાપમાનમાં વધારો થયો હોવાથી જંગલમાં આગ ફાટી નીકળી હતી. સૈન્યના ૨૦૦ જવાનોને જંગલમાં બચાવ કામગીરી માટે રવાના કરાયા હતા. જંગલમાં લાગેલી આગનો ઘુમાડો દૂર સુધી દેખાતો હતો. તીવ્ર પવન હોવાથી આગ ફેલાવાની શક્યતા વ્યક્ત થઈ હતી.

 

(6:23 pm IST)