Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

પાકિસ્તાને ચીનની ઓછી પ્રભાવી ત્રીજી વેક્સીન લેવાની આપી મંજૂરી

નવી દિલ્હી: પાકિસ્તાને દેશમાં ચીનની ત્રીજી કોરોના વેક્સીન ઈમરજંસી ઉપયોગ કરવા માટે મંજુર કરી દીધી છે જયારે આ વેક્સિનનો પ્રભાવ દર ખુબજ ઓછો હોવાનું માલુમ પડી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે કોરોના મહામારીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાને ગુરુવારના રોજ કોરોનવૈકને ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ વૈકસીન ચીનની કંપની સિનોવૈક બાયોટેકે વિકસિત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ ત્રીજી વૈકસીન છે જે પાકિસ્તાનમાં ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. ચીન,તુર્કી,ઈંડોનેશિયા,બ્રાજીલ,મિડલ ઇસ્ટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:25 pm IST)