Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આલેલે! જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી! : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો...

લંડન તા. ૧૦ : સામાન્ય રીતે કોઈ નાનું બાળક રડે અથવા હશે તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે તેને પૂર્વજન્મની કોઈ યાદ આવતી હશે. પરંતુ જો તમને એવું ખબર પડે કે ન્યુબોર્ન બેબી જસ્ટ જન્મ પછી તરત જ ચાલવા લાગ્યું તો? તમે પહેલા માનો જ નહીં કેમ કે આપણને ખબર છે કે જન્મના કેટલા મહિનાઓ સુધી બાળક પોતાની જાતે બેલેન્સ રાખી શકતું નથી ત્યારે તે જન્મતાવેંત કઈ રીતે ચાલી શકે.

બધાને શોકમાં મુકતી આ ઘટના બ્રાઝિલમાં બની છે જયાં એક મેટરનિટી હોસ્પિટલમાં બાળક જન્મબાદ અચાનક ઉભુ થવા પ્રયાસ કરતું હતું અને જયારે હોસ્પિટલ સ્ટાફે તેને થોડી મદદ કરી તો તે તરત ઉભુ થઈને ચાલવા લાગ્યું હતું. હોસ્પિટલ સ્ટાફે તેનો વીડિયો પણ બનાવ્યો છે. ઘટના મુજબ બાળકનો જન્મ થતા જ હોસ્પિટલ સ્ટાફે તેને બાથ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો. જેના માટે સ્ટાફ નર્સે તેની છાતીની ફરતે હાથ રાખી તેને થોડું ઉંચુ કરવા પ્રયાસ કરતા મિરેકલ બેબી પોતાની જાતે ચાલવા માટે પ્રયાસ કરવા લાગ્યું હતું. જેને જોઈને નર્સ બોલી ઉઠી હતી કે, ÒOMG, ગર્લ ચાલી રહી છે, પ્રભુનો ચમત્કાર છે.'

આ જ સમયે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી અન્ય એક વ્યકિતએ કહ્યું કે 'મને આ મિરેકલની ફિલ્મ બનાવવા દો.' આ વીડિયોમાં દેખાતી નર્સે જણાવ્યું કે, 'હું બાળકને બાથ કરાવવા માટે પ્રયાસ કરતી હતી પરંતુ તે ઉભુ થવા માગતી હતી અને ચાલવા માગતું હતી. વીડિયોમાં તે હાથથી પોઇન્ટ કરીને જણાવે પણ છે કે બાળકી કેટલું ચાલી છે.'

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે બાદ થોડાક જ સમયમાં ફેસબુક પર તેને ૫ મિલિયન વ્યુ અને ૧.૩ મિલિયન શેર મળ્યા હતા. જોકે આ મિરેકલ બેબી બ્રાઝિલના કયા શહેરમાં અને કયા ફેમેલીમાં જન્મ્યું છે તે અંગે હજુ સુધી કોઈ પૂરતી માહિતી નથી.

સમાન્ય રીતે નવજાત માટે ચાલવાનું શીખવામાં ૧૨ મહિના એટલે કે ૧ વર્ષ જેટલો સમય લાગે છે. તેમાં પણ તેમના ડેવલોપમેન્ટમાં કેટલાક મહત્વના માઇલસ્ટોન પસાર કર્યા બાદ જેવા કે આંખ અને હાથ-પગનું કોર્ડિનેશન એકસાથે કરવું જેવું શીખ્યા બાદ જ તે ચાલી શકે છે.(૨૧.૨૯)

(7:44 pm IST)