Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બ્રિટનના વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા

લંડન તા.૧૦ : સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ પહેલીવાર લેબોરેટરીમાં માનવ એગ્સ એટલે કે સ્ત્રીબીજ ઉગાડવામાં સફળતા મેળવી છે. નિષ્ણાંતોનું માનવુ છે કે આ નવા સંશોધનથી માત્ર એગ્સ કેવી રીતે પેદા થાય છે એ સમજવામાં તો મદદ થશે જ પરંતુ સાથે સ્ત્રીઓમાં જયારે નાની ઉંમરે ફર્ટીલીટીની સમસ્યા પેદા થાય ત્યારે ફર્ટીલીટીને જાળવી રાખવાની સારવાર શોધવામાં પણ દિશા મળશે. જે સ્ત્રીઓને કોઇપણ કારણોસર કીમોથેરપી કે રેડીયોથેરપી જેવી સારવાર લેવાની હોય છે તેઓ પોતાની ફર્ટીલીટી પ્રિઝર્વ કરી શકે એવી સંભાવના પણ આ શોધથી વધી છે.

(2:07 pm IST)