Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે

મોસ્કો, તા.૧૦: ફેશન અને મોડલિંગ ક્ષેત્રે હંમેશાં યંગસ્ટર્સનો જ દબદબો રહ્યો છે અને સામાન્ય રીતે ૩૫ વર્ષ પછી મોડલ્સ ઓલમોસ્ટ રિટાયર્ડ થઈ જાય છે. જોકે રશિયાની એક મોડલિંગ એજન્સી છે જે માત્ર અને માત્ર ૪૫ વર્ષ કે એથી વધુ વયની મોડલ્સને જ કામ આપે છે. આ એજન્સીની સૌથી વયસ્ક મોડલની વય છે. ૮૫ મોસ્કોસ્થિત ઓલ્ડુષ્કા નામની મોડલિંગ એજન્સીની શરૂઆત ગયા વર્ષે ઈગોર ગેવર નામના સ્ટ્રીટ- ફોટોગ્રાફરે કરી હતી.

હાલમાં આ એજન્સીમાં ૪૫થી ૮૫ વર્ષની ૧૮ મોડલ્સ કામ કરે છે. ૪૫ વર્ષની મોડલ પણ એક જ છે અને તે પોતાની વય કરતાં વધુ ઘરડી લાગે છે. આ એજન્સી એકદમ વિશિષ્ટ પ્રકારના પ્રોજેકટ્સ જ હાથ ધરે છે. એમાં કામ કરતી વૃદ્ધ મોડલ્સ એકિટંગ બેકગ્રાઉન્ડ ધરાવતી હોય છે. તો કેટલીક સાવ જ ફ્રેશ હોય છે. આ મોડલ્સ સ્વિમસૂટ પહેરીને પણ બિન્ધાસ્ત મોડલિંગ કરે છે.(૩૦.૫)

 

(2:07 pm IST)