News of Saturday, 10th February 2018

વાઈટ હાઉસમાં ભારતીય મૂળના પ્રેસ સેક્રેટરી રાજ શાહનું પ્રેસ- બ્રીફિંગ શરૂ

વોશીંગ્ટન, તા.૧૦: ગયા વર્ષના સપ્ટેબર મહિનામાં ભારતીય મૂળના અમેરિકન રાજ શાહની સરકારના પ્રિન્સિપાલ ડેપ્યુટી પ્રેસ- સેક્રેટરીના હોદ્દા પર નિયુકિત થઈ હતી અને ૩૩ વર્ષના રાજ શાહે ગુરૂવારે સત્તાવાર ધોરણે વાઈટ હાઉસ તરફથી ફર્સ્ટ પ્રેસ-બ્રીફિંગ કર્યું હતું. અમેરિકન સરકારના વડા મથક વાઈટ હાઉસના પ્રવકતારૂપે મીડિયાને સંબોધનારા તેઓ પ્રથમ ઈન્ડિયન અમેરિકન બન્યા હતા. વાઈટ હાઉસના મીડિયા વિભાગમાં રાજ શાહ હાઈએસ્ટ રેન્કિંગ ઈન્ડિયન અમેરિકન બન્યા છે.(૩૦.૫)

(2:08 pm IST)
  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST

  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST