News of Friday, 9th February 2018

એન્ટિ-ડિપ્રેશન માટેની દવાઓને કારણે મોતિયો થવાની શકયતા બમણી થઇ જાય

નવી દિલ્હી તા.૯: મિડલ-એજ વખતે જે સ્ત્રી-પુરૂષો એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓનું નિયમિત સેવન કરતા હોય છે તેમને આંખમાં મોતિયો થવાની શકયતા બમણી થઇ જાય છે. અભ્યાસકર્તાઓએ ૧૯,૦૦૦ પ્રૌઢોના સ્વાસ્થ્યનો સ્ટડી કરીને મોતિયા અને ડિપ્રેશનની દવા વચ્ચેનો સંબંધ શોધ્યો છે. આવું કઇ રીતે શકાય છે એ સમજવા માટે પ્રાણીઓ પર અભ્યાસ થયો. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે આંખના લેન્સના રિસેપ્ટર્સ પર મગજમાંથી સવતા સેરેટોનિન કેમિકલની અસર થાયછે. વધુ માત્રામાં સિન્થેટિક સેરેટોનિન લેવામાં આવે તો એ લેન્સને ધૂંધળો બનાવે છે જે લાંબા ગાળે મોતિયાનું સ્વરૂપ લે છે. પંચાવન વર્ષથી નાની ઉંમરના લોકોમાં મોતિયા અને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ વચ્ચે એટલો મોટો સંંબંધ જોવા મળ્યો નહોતો, પરંતુ પ્રૌઢાવસ્થામાં આંખના સ્નાયુઓની નબળાઇને કારણે દવાઓની નેગેટિવ અસર લેન્સ પર પણ પડતી હોવાનું મનાય છે.

(4:47 pm IST)
  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST