Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હાઇપરલુપ વર્જીનના ટ્રાયલમાં ડાયરેક્ટર સારા લુચીયન અને મુખ્ય ટેકનૉલૉજી અધિકારી જૉશ ગીગલ પણ આ ટ્રાયલમાં સામેલ થયાં

નવી દિલ્હી: હાઇપરલૂપ વર્જિનનાં કસ્ટમર એક્સપિરિયન્સના ડાયરેક્ટર સારા લુચિયન અને મુખ્ય ટેકનૉલૉજી અધિકારી જૉશ ગીગલ પણ ટ્રાયલમાં સામેલ થયાં. ભવિષ્યના હાઈસ્પીડ પરિવહન કૉન્સેપ્ટ પર આધારિત વર્જિન હાઇપરલૂપનું યાત્રિકો સાથે અમેરિકાના નેવાડામાં પ્રથમ ટ્રાયલ કરવામાં આવી છે ,જેમાં ટ્રાવેલ પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિકલાક સુધી નોંધાઈ હતી. હાઈસ્પીડ ટ્રાવેલનો કૉન્સેપ્ટ વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સ પર આધારિત છે. ટ્રાવેલ પૉડ્સે બે મુસાફરો સાથે 500 મિટરના ટેસ્ટ ટ્રૅક પરની સફર 15 સેકંડમાં પૂરી કરી, ટ્રાયલમાં વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. જોકે વર્જિન હાઇપરલૂપની મહત્ત્વાકાંક્ષા કો 1,000 કિલોમિટર પ્રતિકલાકની ગતિ મેળવવાની છે, તેના પ્રમાણમાં હાલની ટ્રાયલમાં મેળવેલી સ્પીડ ઘણી ઓછી છે. ટ્રાયલમાં સામેલ થનારા બે યાત્રિકો કંપનીના અધિકારીઓ હતા. વર્જિન હાઇપરલૂપ એકમાત્ર કંપની નથી જે પ્રકારની ટેકનૉલૉજી પર કામ કરી રહી છે. જોકે અન્ય કોઈ કંપનીએ પ્રવાસીઓ સાથે હાઈસ્પીડ ટ્રાવેલ કૉન્સેપ્ટની ટ્રાયલ નથી કરી.

(5:46 pm IST)