Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જાપાનના એક શખ્સે બનાવ્યું મશરૂમ આકારનું ઘર

નવી દિલ્હી: પોતાનું ઘર અન્ય લોકો કરતા અનોખુ હોય તેવું દરેકનું સપનું હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મિડીયામાં એક અનોખા ઘરની તસ્વીર ભારે વાયરલ થઇ છે. મશરૂમ જેવા આ અનોખા ઘરની તસ્વીર જાપાનના એક વ્યકિતએ ટિવટર પર શેર કરી હતી. જે પછી આ 'મશરૂમ હાઉસ'ની તસ્વીર વાયરલ થઇ હતી. સૌથી પ્રથમ તો આ ફોટો 'ફોટોશોપ' ની કમાલ હોવાનુ માનવામાં આવતુ હતુ. જો કે બાદમાં ગુગલ અર્થની મદદથી આ ઘરનું સરનામુ પણ શોધી કાઢવામાં આવ્યુ હતુ.આ ઘર તાકાશિમા શહેર પાસેના અંઝુમિગાવા ટાઉન રોડ પર આવેલુ છે.

(5:38 pm IST)