Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મલેશિયામાં પામના ખેતરમાં કામદારોમાં તીવ્ર અછત ઉભી થતા જેલમાં કેદીઓને કામે લગાવવામાં આવ્યા

નવી દિલ્હી: તેલ-તેલીબિયાં બજારમાં આજે આયાતી પામતેલ તથા સનફ્લાવર તેલના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય દેશી તથા આયાતી ખાદ્યતેલો સાંકડી વધઘટ અથડાતા રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે વાયદા બજારમાં પણ ગઈકાલના આંચકા પચાવી મંગળવારે ભાવ ઊંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મલેશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાં કોરોના વાયરસનો વ્યાપર વધતાં પામના ખેતરોમાં કામદારોની તીવ્ર અછત ઊભી થઈ છે અને આ અછતને નિવારવા ત્યાંનું સરકારી તંત્ર મલેશિયાની જેલોમાં કેદ કેદીઓને પામના ખેતરોમાં કામે લગાડવા વિચારણા કરી રહ્યાના સમાચાર મળી રહ્યા હતા.

(5:39 pm IST)