Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પૃથ્વીના દિવસોની વધતી જતી લંબાઈને લઈને વૈજ્ઞાનિકો કરવા લાગ્યા સંશોધન

નવી દિલ્હી: એટમિક કલોકસ તથા ચોક્કસ રીતે કરવામાં આવતા ખગોળીય માપોએ દર્શાવ્યું છે કે, પૃથ્વીના દિવસની લંબાઈ ૧.૮ માઇક્રો સેકન્ડસ જેટલી વધી છે. વિજ્ઞાાનીઓ આ માટેનું કારણ હજી નિશ્ચિત તો કરી જ શક્યા નથી. પરંતુ, વિવિધ અનુમાનો બાંધી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ તદ્દન નગણ્ય ગણાતા ફેરફારની GPS  અને અન્ય ટેકનોલોજીસ ઉપર ઘણી અસર થાય છે. છેલ્લા કેટલાક દશકોથી પૃથ્વીનું તેની ધરી ઉપરના પરિભ્રમણમાં ફેરફાર થતો જાય છે. જે કેટલાક દશકો પૂર્વે ઝડપી હતું. તેથી આપણા દિવસો ટુંકા થતા હતા. ૨૦૨૦થી પૃથ્વીની પરિભ્રમણ ગતિ અજાયબ રીતે ધીમી પડતી જાય છે. તેથી દિવસો લંબાતા જાય છે. વિજ્ઞાાનીઓને પરિભ્રમણ ગતિ ધીમી પડવા પાછળનું કારણ હજી સમજાતું નથી. તે હજી રહસ્ય જ રહ્યું છે. વિજ્ઞાાનીઓ આ માટે વિવિધ અનુમાનો બાંધે છે. તે પૈકી એક અનુમાન ચંદ્રને લીધે પૃથ્વી પરના સમુદ્રોમાં આવતી ભરતી પણ હોઇ શકે. તેને લીધે એક શતકમાં દિવસની લંબાઈ ૨.૩ માઇક્રો સેકન્ડસ વધી છે. તે માટે ધરતીકંપો અને પ્રચંડ વાવાઝોડાઓ પણ કારણભૂત હોઇ શકે. આથી એક દિવસ નિશ્ચિત રીતે ૮૬,૪૦૦ સેકન્ડથી વધુ લાંબો બની શકે. વિજ્ઞાાનીઓને સૌથી વધુ આશ્ચર્ય તો તે થયું છે કે શતકની વાત છોડો છેલ્લા બે દશકમાં જ દિવસોની લંબાઈ ૧.૮ માઇક્રો સેકન્ડસ કેમ વધી છે. તે રહસ્ય હજી રહસ્ય જ રહ્યું છે.

(7:07 pm IST)