Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આ છે વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ:માત્ર એક ટુકડો ખાવાથી થઇ શકે છે મોત

નવી દિલ્હી: જીવનમાં વૃક્ષો અને છોડનું ખૂબ મહત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો, વૃક્ષોથી જ જીવન છે. આ સિવાય વૃક્ષો આપણને ઘણા પોષક તત્વોવાળા ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક એવુ પણ વૃક્ષ છે, જે એટલું ઝેરી છે કે તેને વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષનું નામ છે મૈંશીનીલ. આ વૃક્ષ ફ્લોરિડા અને કેરેબિયન સમુદ્રના દરિયાકાંઠે જોવા મળે છે. મૈંશીનીલનાં વૃક્ષની ઊંચાઈ લગભગ 50 ફૂટ સુધીની હોય છે. આ વૃક્ષના પાંદડા ચમકદાર અને આકારમાં અંડાકાર હોય છે. આ ઝાડ વિશે એવું કહેવામાં આવે છે કે તે એટલું ઝેરી છે કે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે, તો તેના શરીર પર ફોલ્લા પડી જાય છે. આ વૃક્ષનો દરેક ભાગ ઝેરી છે પરંતુ તેના ફળને સૌથી વધુ ઝેરી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ફળનો ટુકડો પણ ખાય છે, તો તે મોતને ભેટી શકે છે. મૈંશીનીલ વૃક્ષનું ફળ આટલુ ઝેરી હોવા છતા વૈજ્ઞાનિકોએ તેનો સ્વાદ ચાખી જોયો છે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે, કોઈ વ્યક્તિની આંખ વૃક્ષના સીધા સંપર્કમાં આવે છે, તો તે અંધ બની શકે છે.

(6:10 pm IST)