Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમેરિકી વાયુસેનાનો તાલિબાનના કેમ્પો પર હવાઈ હુમલો

નવી દિલ્હી: અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઈ હુમલો કર્યો છે. અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારી અનુસાર, આ દરમિયાન તાલિબાનને મોટુ નુકસાન થયું છે. શેબરધન શહેરમાં વાયુસેનાએ તાલિબાનની સભાઓ અને ઠેકાણાને બી-52 બોમ્બવર્ષકથી નિશાન બનાવ્યા, જેમાં આતંકવાદી સંગઠનના લગભગ 200 સભ્ય માર્યા ગયા છે. અફઘાન રક્ષા મંત્રાલયના એક અધિકારી ફવાદ અમને ટ્વીટ કર્યુ- આજે સાંજે વાયુ સેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યા. અમેરિકી વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન તયું છે. શેબરધન શહેરમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તેના હથિયાર- દારૂગોળા સહિત 100થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે.

(6:08 pm IST)