Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોરોનાથી સાજા થયા બાદ વેક્સીન ન લેનાર લોકોમાં જોખમનો ભય વધારે હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ જોખમ છે.

સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામના એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ લોકોને અપીલ કરી છે કે તે વેક્સિનનો ડોઝ લગાવી લે કેમ કે ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિએન્ટનુ જોખમ વધી રહ્યુ છે. આનાથી તે લોકોને પણ જોખમ છે જે પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લેબમાં એ વાતના પુરાવા મળ્યા છે કે વેક્સિનથી લોકોની નેચરલ ઈમ્યુનિટી બુસ્ટ થઈ રહી છે અને વાઈરસના નવા વેરિએન્ટ વિરૂદ્ધ સુરક્ષા પણ મળી રહી છે. સીડીસીના ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીએ કહ્યુ કે જો આપ પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છો તો વેક્સિન ચોક્કસ લઈ લો. વેક્સિન લેવી પોતાની અને પોતાની આસપાસના લોકોની સુરક્ષાની સૌથી શ્રેષ્ઠ રીત છે અને ખાસ કરીને આ એટલા માટે પણ જરૂરી છે કે દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

 

(6:07 pm IST)