Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ચુસ્ત કપડાં પહેરવા પર તાલિબાની આતંકીઓએ એક યુવતીની કરી દીધી હત્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સેનાની વાપસી બાદથી ત્યાં ફરીથી તાલિબાનનો આતંક વધી ગયો છે. હવે તાલિબાને ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. તાલિબાનના આતંકીઓએ એક યુવતીની એટલા માટે હત્યા કરી દીધી, કેમ કે તેણે ટાઈટ કપડા પહેર્યા હતા અને તેની સાથે કોઈ પુરૂષ સાથી નહોતો.

રિપોર્ટ અનુસાર, ઘટના ઉત્તર બલ્ખ પ્રાંતના સમર કાંદિયાનના એક ગામની છે, જેની પર સમગ્ર રીતે તાલિબાનીઓનો કબ્જો છે. બલ્ખના પોલીસ પ્રવક્તા આદિલ શાહે જણાવ્યુ કે યુવતીનુ નામ નાઝનીન હતુ અને તેની ઉંમર 21 વર્ષ હતી.

તેમણે જણાવ્યુ કે યુવતી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઈ રહી હતી. તે પોતાના ઘરેથી નીકળીને ગાડીમાં બેસી જ રહી હતી કે ત્યારે આતંકવાદીઓએ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યુ કે યુવતીએ બુરખો પહેરેલો હતો. જોકે તાલિબાને આ આરોપોને ફગાવ્યા છે.

(6:07 pm IST)