Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની પાંચ રાજધાનીઓમાં જમાવ્યો ખૂની કબ્જો

નવી દિલ્હી: પાકિસ્તાનની મદદથી લોહીની હોળી ખેલતાં તાલીબાની આતંકવાદીઓએ ઉતરી અફઘાનીસ્તાન પર પકકડ મજબુત કરી છે તેમણે માત્ર એક દિવસમાં 3 પ્રાંતની રાજધાનીઓ પર કબ્જો મેળવી લીધો છે. આ ત્રણ રાજધાનીઓ છ કુંડુજ અને આરએ પુલની રાજધાની અને તખાર પ્રાંતની રાજધાની તોલોકાન સામેલ છે. તાલીબાનોએ, અગાઉ પણ બે અન્ય પ્રાંતો નિમરોજ અને જોવજજાની પ્રાંતની રાજધાનીઓ જહાજ અને શેબેરધાન પર કબજો કરી લીધો છે. જયારે સામે પક્ષે અફઘાન સૈનિકો તાલીબાનીઓએ પચાવી પાડેલી રાજધાનીઓ ફરી પાછી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે અને ઘણા સ્થળો ખાલી કરાવ્યા પણ છે. તાલીબાનોએ લોહીયાળ જંગ એવા સમયે તેજ કર્યો છે જયારે અમેરીકી સેના લગભગ અફઘાનીસ્તાનથી પરત ફરી છે. અફઘાનીસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલીબાનનાં કબજાને બહુ મહત્વ નહોતુ આપ્યું અને કહ્યું હતું કે તેમણે રણનીતી અંતર્ગત પોતાની સેનાઓને શહેરોની રક્ષા માટે બોલાવી લીધી છે તેમણે કહ્યું હતું કે શહેરોની રક્ષા કરવી આસાન છે. પરંતુ પાંચ શહેરો પર તાલીબાનીઓનાં કબ્જાથી અશરફ ગનીનો દાવો પોકળ સાબીત થઈ રહ્યો છે. કુંદ્રુજ શહેરમાં રવિવારે ભીષણ જંગ બાદ હવે તાલીબાનનો ઝંડો લહેરાઈ રહ્યો છે પુરા શહેરમાં અફડાતફડીનો માહોલ છે. જયારે બીજી બાજુ અફઘાન રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના સૈનિકો મુખ્ય શહેરો પર ફરીથી કબજો કરવાનાં પ્રયાસ કરી રહ્યા છે કેટલાંક સ્થળો ખાલી પણ કરાવ્યા છે.

(6:06 pm IST)