Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

૪૫ વર્ષીય માતાને દીકરાના બેસ્ટ ફ્રેન્ડ એવા ૧૬ વર્ષના છોકરા સાથે થયો પ્રેમઃ કરી લીધા લગ્ન

Marilyn Buttigieg અને વિલિયમ સ્મિથના લગ્નને ૧૨ વર્ષ થઈ ગયા છે અને તેઓ વચ્ચેનો પ્રેમ આજે પણ પ્રથમ મુલાકાત જેવો છે

લંડન, તા.૯: કહેવાય છે કે પ્રેમ કયારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. કારણકે આવી જ એક ઘટના બ્રિટનની એક મહિલા સાથે બની છે કે જેને પોતાના દીકરાના મિત્ર સાથે પ્રેમ થઈ ગયો. ઈંગ્લેન્ડમાં રહેતી Marilyn Buttigieg નામની મહિલાએ તેના કરતા ઉંમરમાં ૨૯ વર્ષ નાના William Smith સાથે લગ્ન કર્યા. હવે આ કપલના લગ્નના ૧૨ વર્ષ પૂરા થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, આ મહિલાની વિલિયમ સ્મિથ નામના યુવક સાથે પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૦૬જ્રાક્નત્ન થઈ હતી. ત્યારે મહિલાની ઉંમર ૪૫ વર્ષ જયારે વિલિયમ સ્મિથની ઉંમર ૧૬ વર્ષ હતી. રિપોર્ટ અનુસાર, વિલિયમ સ્મિથ આ મહિલાના દીકરાનો ખાસ દોસ્ત હતો અને તેમના દ્યરે વિડીયો ગેમ રમવા માટે આવતો હતો. ત્યારે વિલિયમ સ્મિથની મુલાકાત તેના ખાસ મિત્રની માતા સાથે થઈ અને તેઓ એકબીજાની નજીક આવ્યા.

વિલિયમ સ્મિથ બાદમાં રેગ્યુલર તેના ખાસ મિત્રના ઘરે જવા લાગ્યો કે જયાં મિત્રની માતાને પણ મળવા લાગ્યો. પછી તેણે પોતાના ખાસ મિત્રની માતા સાથે લગ્ન કરી લીધા. તેમના પરિવારના સભ્યો આ નિર્ણયના વિરોધમાં હતા તેમ છતાં તેમણે લગ્ન કરી લીધા. તેમણે એકબીજાનો સાથ છોડ્યો નહીં અને એકબીજાની સાથે રહેવા લાગ્યા.

હવે Marilyn Buttigieg અને વિલિયમ સ્મિથના લગ્નને ૧૨ વર્ષ થઈ ગયા છે અને તેઓ વચ્ચેનો પ્રેમ આજે પણ પ્રથમ મુલાકાત જેવો છે. વિલિયમ નામનો યુવક જણાવે છે કે મને ખબર છે કે અમારા વચ્ચે કશું સ્પેશિયલ છે. તે મારી ડ્રીમ વુમન હતી અને આજે પણ છે. લોકોને જે કહેવું હોય તે કહે પણ અમે આજે પણ સાથે જ છીએ. કારણકે અમે એકબીજાને સમજીએ છીએ.

(9:47 am IST)