Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બોઇંગના કર્મચારીઓએ રેગ્યુલેટર્સને ૭૩૭ મેક્સ એરક્રાફ્ટની સુરક્ષા અંગે ગેરમાર્ગે દોરતા કંપનીને 2.5અબજ ડોલરનો દંડ

નવી દિલ્હી: અમેરિકાના ન્યાય વિભાગને તપાસમાં જાણવા મળ્યું છે કે બોઇંગના કર્મચારીઓએ રેગ્યુલેટર્સને ૭૩૭ મેક્સ એરક્રાફ્ટની સુરક્ષા અંગે ગેરમાર્ગે દોર્યા હતાં. અમેરિકાના ન્યાય વિભાગે કંપનીને ૨.૫ અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કંપનીના બે વિમાન ક્રેશ થયા હતાં. સરકાર અને કંપની વચ્ચે થયેલા સેટલમેન્ટ મુજબ આ રકમમાં પીડિતોના પરિવારજનોના વળતર તથા દંડની રકમ પણ સામેલ છે. અમેરિકાના ન્યાય વિભાગના ક્રિમિનલ ડિવિઝનના એક્ટીંગ આસિસ્ટન્ટ એટર્ની જનરલ ડેવિડ બર્ન્સના જણાવ્યા અનુસાર બોઇંગના કર્મચારીઓએ સત્યના બદલે નફાનો માર્ગ અપનાવ્યો હતો.

બોઇંગે પોતાના બે પૂર્વ પાયલોટ પર આરોપ મૂક્યો હતો. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ બે કર્મચારીની વર્તણૂક બોઇંગના તમામ કર્મચારીઓની વર્તણૂકને પ્રદર્શિત કરતી નથી. મેક્સના સીઇઓ ડેવિડ કાલબોનના જણાવ્યા અનુસાર આ એક ગંભીર બાબતમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. કેલબોને પોતાના કર્મચારીઓને આપેલા મેમોમાં જણાવ્યું છે કે મારા મત મુજબ આ સેટલમેન્ટ યોગ્ય દિશામાં ભરવામાં આવેલું પગલું છે.

(4:36 pm IST)