Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સૌથી ગરમ વર્ષમાં 2020નો થયો સમાવેશ:વિશ્વને થયું અંદાજે 210અબજ ડોલરનું નુકશાન

નવી દિલ્હી: ૨૦૨૦નું વર્ષ સૌથી ગરમ વર્ષોમાં સામેલ થયું હતું. ૨૦૧૬ પછી સૌથી ગરમ વર્ષ તરીકે ૨૦૨૦ને યાદ રખાશે લા નીનાની ઠંડક છતાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦નું વર્ષ ૦.૪ ડિગ્રી ગરમ રહ્યું હતું. ખરાબ વાતાવરણના કારણે દુનિયામાં ૨૦૨૦ના વર્ષમાં ૮૨૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. ૨૦૨૦નું વર્ષ સૌથી ગરમ વર્ષોમાં સામેલ થયું હતું. મ્યુનિક રે નામની વીમા કંપનીએ અહેવાલ આપ્યો હતો કે વાવાઝોડાં, આગ, પૂર, ગરમી અને ઠંડી વગેરેના કારણે ૮૨૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા અને તેના કારણે વિશ્વને ૨૧૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ૨૦૧૯માં ૧૬૬ અબજ ડોલરનું નુકસાન થયું હતું, પણ ૨૦૧૯ની તુલનાએ ૦.૪ ડિગ્રી વધુ ગરમ રહેલાં ૨૦૨૦માં આ નુકસાન ઘણું વધ્યું હતું. કુદરતી આફતોમાં વધારો થયો હતો અને ૨૦૧૯ની સરખામણીએ વધુ લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા. ગરમીના કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ પણ ૨૦૨૦માં વધારે નોંધાઈ હતી. એમાં ઓસ્ટ્રેલિયાની ભયાનક આગ નોંધપાત્ર હતી. અમેરિકામાં સૌથી ભયાનક છ કુદરતી આફતો ૨૦૨૦માં બની હતી એવું પણ રીપોર્ટમાં કહેવાયું હતું. એકલા અમેરિકાને ૯૫ અબજ ડોલરનું નુકસાન ૨૦૨૦ના વર્ષે વાતાવરણના કારણે થયું હતું. ચીનને પૂરના કારણે ૧૭ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અહેવાલ પ્રમાણે ૨૦૧૬નું વર્ષ ગરમ રહ્યું હતું, પરંતુ ૨૦૨૦માં લા નીના ઈફેક્ટ હોવાથી ઠંડક નોંધાઈ હતી. તેમ છતાં જો ૨૦૨૦નું વર્ષ સરેરાશ ગરમ રહ્યું છે, તેનો અર્થ એવો કે જો લા નીના ઈફેક્ટ ન હોત તો ૨૦૨૦ના વર્ષે ગરમીના બધા જ જૂના રેકોર્ડ તૂટી જાત.

(4:36 pm IST)