Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

હે ભગવાન..... અમેરિકામાં પણ એન્ટ્રી થઇ કોરોનાના નવા સ્ટ્રેનની

નવી દિલ્હી: વિશ્વમાં બ્રિટન અને દ.આફ્રિકાના કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ભય હજુ શમ્યો નથી ત્યાં જ હવે વાયરસમાં અમેરિકા, સ્ટ્રેન પણ સપાટી પર આવતા કોરોનાની સૌથી વધુ પીડીત દેશમાં ચિંતા વધી છે. અમેરિકાના વ્હાઈટ હાઉસના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ- દેશમાં જે ઝડપથી સંક્રમણ થઈ રહ્યા છે તેથી તપાસમાં આ નવા વેરીએન્ટની માહિતી મળી છે. તા.3 જાન્યુઆરીના ટાસ્ક ફોર્સ તેનો રીપોર્ટ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રત કર્યો હતો. અમેરિકામાં શિયાળાના સમયમાં કોરોના સંક્રમણ લગભગ બેવડું થયું છે અને તેનાથી શંકા સર્જાઈ હતી કે વિશ્ર્વમાં સૌતી વધુ ઝડપી સંક્રમણ પાછળ વાઈરસનો કોઈ નવો અવતાર પણ હોઈ શકે છે અને તે ભય લેબ પરિક્ષણમાં સાચો પડયો છે. આ નવો સ્ટ્રેન અમેરિકામાંજ સર્જાયો છે અને તે સામાન્ય કરતા 50% વધુ ઝડપે સંક્રમીત કરે છે. આ નવો સ્ટ્રેન લાંબા સમયથી અમેરિકામાં મોજૂદ હોવાનું મનાય છે અને હવે તે પુરી રીતે સક્રીય થયો છે અને તેથી અમેરિકા રોજ રેકોર્ડબ્રેક નવા કેસ થવા લાગ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

(4:35 pm IST)